Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

રાજયની તમામ શાળાઓનો સમય સવારનો કરો

શાળાઓનો સમય સવારે ૭ થી ૧૨:૩૦ રાખો : સવારના સમયે બાળક માનસિક રીતે પ્રફુલીત રહેતુ હોય છે, પ્રથમ વિષય યોગનો કરો, નગરપાલીકાના માજી સભ્યની મુખ્યમંત્રીને અરજી

ખેડબ્રહ્માઃ ભારત દેશને યોગ ધ્યાન તરફ લઈ જવાનું અને દેશના લોકો શારીરીક માનસીક સ્વચ્છતા તરફ લઈ જવાનું સરાહનીય પગલુ ભરવામાં આવે છે.

આ અંગે ન.પાલિકાના માજી સદસ્ય જીગ્શેભાઈ જોષી મુખ્યમંત્રીનેે લેખિત અરજીમાં જણાવ્યુ છે કે સરાહનીય પગલાની ભાગ રૂપે જો દરેક શાળાઓ સ્કૂલો જે બપોરના ૧૦:૩૦ કે ૧૧ કલાકે ચાલુ કરી સાંજના ૪ કે ૫ કલાક સુધીના સમયની રાખવામાં આવે છે. તે સમયમાં ફેરફાર કરી દરરોજ સવારના ૭ થી ૧૨:૩૦ કલાક સુધી કરવામાં આવે, વધુમાં સવારના સમયની સ્કૂલ થવાના કારણે બાળકોને વાંચન લેખન તથા રમત ગમત માટે પુરતા પ્રમાણમાં સમય મળી રહે. તેમજ સવારના સમયે બાળક માનસીક રીતે પણ પ્રફુલીત હોય છે. જેથી અભ્યાસમાં પણ તેનું મન સારી રીતે પરોવાયેલુ રહે. ગુજરાત રાજયની તમામ શાળાઓનો સમય સવાર-૭ થી  બપોરના ૧૨:૩૦ સુધી કરવામાં આવે અને પ્રથમ વિષય યોગ પ્રાર્થનાનો કરવામાં આવે તેવી ગુજરાત રાજયના શિક્ષણમંત્રીને લેખિત અરજી કરેલ છે.

(4:06 pm IST)