Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

નશો કરવા માટે કફ સિરપ વેચનારા ત્રણની નાર્કોટીક તંત્ર દ્વારા ધરપકડ

નશાયુકત દવાઓના ગેરકાયદે વેચાણ કરતી ર૭ દુકાનોનાં લાઇસન્સ રદ

અમદાવાદ તા. ૩ :.. સાફેકોડ નામની કફ સિરપને નશોકરવા માટે વેપાર કરનારા ત્રણ જણની નાર્કોર્ટીકસ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાટણથી આ વેપાર કરનાર લલિત કુમારની, રાજસ્થાનથી કફ સિરપનું નશા માટે વેચાણ કરનાર ભરત ચૌધરીની અને અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી નિલેશ સીતારામ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.

આ દવાઓનું લાઇસન્સ વિના વેચાણ કરવું નાર્કોટિક એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એકટ ૧૯૮પ ની જોગવાઇ હેઠળ પણ ગુનો બનતો હોવાથી નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ ફુડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના અધિકારીઓ સાથે મળીને ગેરકાયદે વેચાણ કરનારાઓ પર અમદાવાદના બહેરામપુરા તથા પુર્વ અમદાવાદના વિસ્તારોમાં દરોડા પાડયા હતાં. આ દરોડામાં ૧૦૦ મીલી લીટરની ૪ર,૩પર બોટલ જપ્ત કરવામાં આવી હતી. તેના ઉત્પાદક મેસર્સ બાયોજિનેટીક ડ્રગ્સ પ્રાઇવેટ લીમીટેડ હોવાનું બહાર આવ્યું છે. આ કંપની હિમાચલ પ્રદેશના સોલન વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. તેમની  પાસેથી રૂ. ૪૬ લાખના મુલ્યની ૪ર૩પર બોટલ કફ સિરપ જપ્ત કરવામાં આવી છે.

સાણંદની કંપની મેસર્સ દિયા હેલ્થકેરના માલિક લલિત કે. પટેલની ધરપકડ કરી છે. લલીત સાણંદમાં જ રહે છે. કફસિરપમાં કોડિન ફોસ્ફેટ નામનું ઘટક છે. આ કફ સિરપના પપ બોકસ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. આ બોકસ તેણે પાટણના રાજપુર બસ સ્ટોપ ખાતે આવેલા સ્ટોરેજમાં ગોદામ નંબર ૧૧ માં છૂપાવી રાખ્યા હતાં. આ પપ બોકસને કન્સાઇનમેન્ટ  અમદાવાદના ભરતભાઇ નામની વ્યકિત પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. તેમની પાસેથી ર૦ બોકસમાં સાફેકોડ કફ સિરપના ર૦ બોકસ એટલે કે કફ સિરપની ૧૦૦ એમ. એલ. ની ર૪૦૦ બોટલ જપ્ત કરી હતી.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ભરત  પુખરાજ ચોૈધરીની રાજસ્થાનમાં દેસુરી તાલુકાના ભદ્રાસ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી નિલેશ સીતારામ  ચોવડાની (રહે. નવી વોટર ટેન્ક પાછળ) લાલ બાપાનગરથી ધરપકડ કરવામાં આવી હતી.આ કોૈભાંડમાં સંડોવાયેલો નિલેશ રિક્ષા ડ્રાઇવર છે. તેમને નામદાર મેટ્રો કોર્ટમાં રજુ કરીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતા.

બીજી તરફ અમદાવાદમાં કોડિન નામની કફસિરપ નું વેચાણ કરતી ૧૫૦ દુકાનો પર તપાસ કરીને ફુડ એન્ડ ડ્રગ કમિશ્નરની કચેરીએ ૨૭ દુકાનોના લાયસન્સ રદ કર્યા છ.ે અન્ય ૩૫ જેટલી દુકાનોના દવાના પરવાના ૧૫ દિવસ માટે રદ કરી દેવાના પગલા લીધા છે. અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં કોડિનના ઘટકો ધરાવતી નશાયુકત દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાની માહીતી મળતાં તેમણે આ પગલાં  લીધા હોવાનું એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

કોડીનના ઘટકો ધરાવતી દવાઓનું વેચાણ કરવાના પરવાના કે લાઇસન્સ જ ન ધરાવતી પેઢીઓ દ્વારા તેનો વેપાર કરવામા આવી રહ્યા હોવાની માહીતી ફુડ એન્ડ ડ્રગ કમિશ્નરની કચેરીનેમળતા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

(4:04 pm IST)