Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પીપાવાવના કન્ટેનર કાર્ગો APM ટર્મિનલ્સ ઇકોનોમિક ઓપરેટર તરીકે સર્ટીફાઇડ

મુંબઇ તા.૩: પિપાવાવ-એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને ઓથોરાઇઝડ ઇકોનોમિક ઓપરેટર ફોર લોજિસ્ટીક એન્ડ ટર્મિનલ ઓપરેટર (AEL-LO) માટેનું સર્ટિફિકેટ મળ્યું છે. જેનાથી કાર્ગોની સરળ હેરફેર માટેના કંપનીના પ્રયાસોને બળ મળશે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને AEL-LO સર્ટિફિકેટ મળવાથી તેના EXIM (આયાત-નિકાસ) ગ્રાહકો AEL T3 સર્ટિફિકેશન લઇ શકે છે અને તેમને કસ્ટમ્સમાં પ્રાથમિકતા, ઝીરો કન્ટેનર સ્કેનિંગ (ચોક્કસ બાતમી સિવાય),બેન્ત ગેરન્ટીની કોઇ જરૂર નહીં સહિતના અનેક લાભ મળશે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડિરેકટર કેલ્ડ પેડરસને જણાવ્યું હતું કે, ''AEL-LO સર્ટિફિકેશનએ ગ્રાહકો પ્રત્યે એપીએમ ટર્મનિલ્સ પિપાવાવની પ્રતિબધ્ધતાનું પ્રમાણ છે. આ સર્ટિફિકેશન વિશ્વાસુ ભાગીદાર તરીકે કંપનીની ક્ષમતાને પ્રતિબિબિત કરે છે, જે પોર્ટ પર કાર્ગોની સલામત અને ઝડપી હેરફેરની સેવા પૂરી પાડે છે''. ઉલ્લેખનીય છે કે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવએ ગુજરાતમાં કન્ટેનર, જનરલ કાર્ગો, બલ્ક,લિકિવડ અને રો/રો કાર્ગો સર્વિસ ગ્રાહકો માટે ભારતનું અગ્રણી પ્રવેશદ્વાર છે. ભારતનાં અંતરિયાળ વિસ્તારો અને ઉત્તરપૂર્વ રાજ્યો સાથે ગુજરાત રોડ અને રેલ નેટવર્કથી સારીરીતે જોડાયેલું છે. વર્તમાન વાર્ષિક જનરલ કાર્ગો ક્ષમતામાં ૧૩.૫ લાખ ટીઇયુ કન્ટેન્ટર ક્ષમતા, ૨.૫ લાખ પેસેન્જર કાર્સ, ૨૦ લાખ મેટ્રીક ટન લિકિવડ બલ્ક અને ૫૦ લાખ મેટ્રીક ટન ડ્રાય બલ્ક સમાવેશ થાય છે.

(3:55 pm IST)