Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જુનાગઢના સંશોધકોની શોધ, લાખોને ભોગ બનાવતા ગંભીર રોગમાં ગૌમુત્ર અકસીર ઇલાજ

મુત્ર તમે ધારો છે તેના કરતા પણ અનેકગણું ઉપયોગીઃ જીવંત કેન્સરના સેલ્સ પર પ્રયોગઃ મળી સફળતા

અમદાવાદ, તા.૩: દેશમાં કૃષી યુનિવર્સિટીઝમાં નામના ધરાવતી જુનાગઢ કૃષી યુનિવર્સિટીના બાયોટેકનોલોજી સાયન્ટિસ્ટોએ પહેલીવારમાં જ પોતાના પ્રયોગમાં ગૌમુત્રથી કેન્સરના સેલ્સનો ખાત્મો બોલાવવામાં સફળતા મેળવી છે. સંશોધકોએ દાવો કર્યો કે ગૌમુત્ર મોટાભાગના સામાન્ય કેન્સર જેવા કે મોઢાનું કેન્સર, ફેંફસાનું કેન્સર, કીડનીનું કેન્સર, ચામડીનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયનું કેન્સરમાં અસરકારક છે.  આ સંશોધકોની ટીમમાં આસિ. પ્રોફેસર શ્રદ્ઘા ભટ્ટ અને રુકમસિંહ તોમર અને રીસર્ચ ફેલો કવિતા જોશીએ એક વર્ષના પ્રયોગો બાદ આ પરિણામ હાંસલ કર્યું છે. સંશોધકોએ જણાવ્યું કે, '' આ સંશોધન ખુબ જ ગંભીર હતું અને ભયસ્થાનો ધરાવતું હતું કેમ કે અમે આ પ્રયોગ માટે બોટલમાં સાચવી રાખવામાં આવેલ કેન્સરના જીવંત સેલ્સ પર પ્રયોગ કર્યા હતા જેથી ચોક્કસ રીતે જાણી શકાય કે કયા પ્રકારના કેન્સરના સેલને કેટલી માત્રાના ગૌમુત્રથી નષ્ટ કરી શકાય છે.''

હવે આગાામી સ્ટેજમાં ઉંદર પર આ પ્રયોગ કરવામાં આવશે. એકવાર અમને આ બાબતે સંતોષપ્રદ પરિણામ મળ્યા બાદ અમે કેન્સરના ઉપચાર માટે ખાસ ટેબ્લેટ બનાવીશું. સંશોધકો પૈકી એક એવા આસિ. પ્રોફેસર તોમરે કહ્યું કે, 'કીમોથેરાપી કેન્સરના સેલ્સની સાથે હેલ્ધી સેલ્સને પણ નષ્ટ કરે છે જયારે ગૌમુત્ર ફકત કેન્સરના સેલ્સને જ ટાર્ગેટ કરે છે.'

(3:49 pm IST)