Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભારતીય વ્યાપારી પ્રતિનિધિ મંડળ અમેરિકાના વાણિજ્ય પ્રધાન અને ગવર્નરોને મળ્યું

અમદાવાદઃ અમેરિકાના એમ્બેસેડર કેનેથ જસ્ટરના નેતૃત્વ હેઠળ ભારતીય વ્યાપારીઓના પ્રતિનિધમંડળે તાજેતરમાં વોશિંગ્ટન ડીસી ખાતે યોજાયેલી સિલેકટયુએસએ સમીટમાં ભાગ લીધો હતો. પ્રતિનિધમંડળમાં ફિક્કીની ઈન્ફોર્મેશન ટેકનોલોજી કમિટીના સભ્ય અને સીજીએસ ઈન્ફોટેકના સીઈઓ હિતેન ભુતા અને આ કંપનીનો હોસ્પિટાલિટી ટેકનોલોજી બિઝનેશ સંભાળતા ભાવિશ ભુતાનો પણ સમાવેશ થતો હતો. તેઓ અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલબર રોસ, યુટાહના ગવર્નર ગેરી હર્બર્ટ, કન્ટકીના ગવર્નર મેટ બેવિન સહિત અમેરિકાના ડઝન જેટલા રાજયના ગવર્નર અને કાઉન્ટીના નેતાઓને મળ્યા હતા. યુએસ- ઈન્ડિયા ઈમ્પોર્ટર્સ કાઉન્સિલના રજૂઆત મેન્ટર હિતેન ભુતાએ ગૂગલ, ગોડેડી, નેટવર્ક સોલ્યુશન જેવા ટેકનોલોજી જાયન્ટ્સ સાથેની ભાગીદારીની રજૂઆત કરી હતી. ભારતીય એમ્બસીએ ભારતીય પ્રતિનિધમંડળ માટે રિસેપ્શન રાખ્યું હતું. અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલબર રોસે ભારત દ્વારા અપનાવાતી અત્યાધુનિક ટેકનોલોજીની પ્રશંસા કરી હતી.

(3:39 pm IST)