Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

હેવમોર આઈસક્રીમ સ્માર્ટ ટેકનોલોજીઝ અને સ્કોલરશિપ સાથે ગરીબ વિદ્યાર્થીઓને સશકત બનાવ્યા

સરકારી સ્કૂલોના હોશિયાર વિદ્યાર્થીઓમાં ડિજિટલ સાક્ષરતાને પ્રમોટ કરવા અને સ્કોલરશિપ આપવા માટે યુવા અનસ્ટોપેબલ સાથે જોડાણ

 અમદાવાદઃ હેવમોર આઈસક્રીમ અમદાવાદ સ્થિત એનજીઓ યુવા અનસ્ટોપેબલ સાથે પોતાના જોડાણની જાહેરાત કરી હતી. આ જોડાણ સાથે હેવમોર આઈસક્રીમ રવિ નગર સ્કૂલ, જુહાપુરાના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ કલાસરૂમ રજૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પહેલ ડિજિટલ સાક્ષરતા પ્રમોટ કરવા અને ગરીબ બાળકોમાં શિક્ષણનો સ્તર વધારવા માટે ભારત સરકારની યોજના સાથે સુમેળ સાધે છે.

યુવા પ્રતિભાઓમાં ડિજિટલ સાક્ષરતાને વિકસાવવા માટે હેવમોર આઈસ ક્રીમે સ્માર્ટબોર્ડ, લેપટોપ્સ અને ટેબ્લેટ તથા વાય- ફાય કનેકિટવિટી સાથે રવિ નગર સ્કૂલમાં ડિજિટલ કલાસરૂમ રજૂ કર્યો છે. ધોરણ ૫ થી ૮ના આશરે ૨૦૦ વિદ્યાર્થીઓને સ્માર્ટ સ્કૂલ સિસ્ટમથી લાભ થશે. સ્માર્ટે કલાસ વિડિયો, એનિમેશન અને પ્રેઝેન્ટેશન જેવા ઈન્ટરએકિટવ મોડ્યુલ્સનો ઉપયોગ કરે છે, જેનો પારંપરિક પદ્ધતિ કરતાં વધુ ઉત્તમ પ્રભાવ પડે છે. આ વિદ્યાર્થીઓમાં રોમાંચ પેદા કરે છે અને સ્કૂલમાં ઈન્ટરએકિટવ શીખવાનું વાતાવરણ વધુ ઉત્તમ બનાવે છે.

આ પહેલ વિશે બોલતાં હેવમોર આઈસક્રીમના એમડી જુંગે જણાવ્યું હતું કે સ્માર્ટ કલાસરૂમ ગરીબ બાળકોમાં રોમાંચ પેદા કરશે. આ રીતે તેમને સ્કૂલમાં નિયમિત હાજરી આપવા માટે પ્રોત્સાહન મળશે. આ પહેલ શીખવાની પ્રક્રિયાન અન્ય ખાનગી સ્કૂલોની જેમ નાવીન્યપૂર્ણ અને ઈન્ટરએકિટવ બનાવવા સાથે વિદ્યાર્થીઓને યુવા ઉંમરે ટેકનોલોજી પર જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ મળશે. હેવમોર આઈસક્રીમ સાથે જોડાણ વિશે બોલતાં યુવા અનસ્ટોપેબલના વાઈસ પ્રેસિડેન્ટ પવન જૈને જણાવ્યું હતું કે ''હેવમોર આઈસક્રિમ સામાજિક- આર્થિક પાર્શ્વભૂના બાળકોને ટેકો આપવામાં અમને સાથ આપે છે અને તેમને ડિજિટલ અને ગુણવત્તાયુકત શિક્ષણ મેળવવાની એકસમાન તક આપે છે.''

(3:38 pm IST)