Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગાંધીનગરના ખખડધડ સરકારી આવાસ તોડીને ફ્લેટ બનાવાશે

ગાંધીનગર :ગુજરાતના પાટનગર ગાંધીનગરના વિવિધ સેક્ટર્સમાં આવેલા વિવિધ સરકારી આવાસોને તબક્કાવાર તોડીને તેના સ્થાને ફ્લેટ બનાવવામાં આવશે. હાલ સેક્ટર 15 થી સેક્ટર 30માં સરકારના હજારો મકાનો આવેલા છે. વર્ષો વર્ષ હજારો મકાનો રિનોવેટ કર્યા છે પરંતુ બે કે ત્રણ વર્ષ પછી પરિસ્થિતિ વધારે બગડતી જણાતાં હવે ખખડધડ સરકારી આવાસોને તોડી પાડવાનું નક્કી કર્યું છે.

(2:02 pm IST)