Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વડોદરાના વાઘોડિયા તાલુકા પંચાયતનો ક્લાર્ક 2000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો

ફરિયાદી પાસેથી વ્યવસાય નોંધણીનું કામ કરી આપવા બદલ રૂ.ર૦૦૦ની લાંચ સ્વીકરતા રંગેહાથ પકડાયો

વડોદરા નજીકના વાઘોડિયા તાલુકા પંચાયતનો કલાર્ક ર૦૦૦ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે  લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા તાલુકા પંચાયતમાં વ્યવસાય નોંધણી માટે લાંચ લેવાતી હોવાની એસીબીને બાતમી મળી હતી.

  આ અંગે એક ફરિયાદ મળતા એસીબીએ છટકું ગોઠવી કલાર્ક તરીકે ફરજ બજાવતા હસમુખ પંચાલને એક ફરિયાદી પાસેથી વ્યવસાય નોંધણીનું કામ કરી આપવા બદલ રૂ.ર૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા આબાદ ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કલાર્ક ત્રણ માસ બાદ નિવૃત્ત થવાનો હતો.

(12:47 pm IST)