Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વિજયભાઇનો ઇઝરાયેલ પ્રવાસ પુર્ણ : ગુજરાતી હિરા વેપારીઓ સાથે મુલાકાત

અમદાવાદઃ તા.૩, ઇઝરાયેલના પ્રવાસના અંતિમ તબકકામાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતી ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને મળ્યા હતા. આ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી મુળનાં વેપાર ઉદ્યોગ સાહસિકોએ પોતાના કૌશલ્યથી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ડાયમન્ડ બ્રુશથી ગતિવિધિઓનો તાગ મેળવવા અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.   આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે,  ગુજરાતના પરિવારોનું ઇઝરાયેલના ડાંયમન્ડ ઉદ્યોગમાં મહત્વપુર્ણ યોગદાન છે. સુરતમાં જેમ્સ જવેલરી સહિત ડાયમન્ડ  બ્રુશ-ડ્રીમ સીટીનું નિર્માણ પ્રગતિમાં છે. આને લીધે હીરા ઉદ્યોગને સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસીલીટીઝ મળતી થવાની છે.

 આથી ઇઝરાયેલના હિરા-ડાયમન્ડ ઉદ્યોગકારો સુરત સાથે ડાયમન્ડ પોલીશીંગ જેવા ક્ષેત્રોમાં સહભાગી થાય તે ગુજરાત-ઇઝરાયેલ બેય માટે લાંબાગાળે ફાયદો કરાવનારૂ બની રહેશે.

 મુખ્યંત્રીએ વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયેલના ડેલીગેશન સહભાગી થાય છે. તેની નોંધ લેતા આગામી ૧૮,૧૯ અને ૨૦ જાન્યુઆરીમાં  યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં પણ ડાયમન્ડ ઉદ્યોગકારોને ભાગ લેવાનું આમંત્રણ પાઠવ્યું હતુ.

(11:52 am IST)