Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગુજરાતમાં મેઘાવી માહોલઃ૩ ઇંચ વરસાદ

પૂર્વ-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ર ઇંચ : ૭ર કલાકમાં ભારે વરસાદની આગાહી

વાપી તા. ૩ : જુલાઇ માસના પ્રારંભ વેળાએ રાજયમાં મેઘાવી માહોલ વચ્ચે ઝરમર ઝાપટાથી ૩ાા ઇચ સુધીનો વરસાદ નોંધાયો છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ૧પમી જુનની આસપાસથી ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ જતો હોય છે. પરંતુ જાણે છેલ્લા કેટલાક સમયથી આ પેટર્ન બદલાઇ રહી હોય તેમ જણાય છ.ે

જુલાઇ માસના પ્રારંભે પણ મેઘરાજા હજુ મન મુકીને ના વરસતા રાજયના ર૯ જીલ્લાના માત્ર ૧૦૮, તાલુકાઓમાં જ ઝરમર, ઝાપટાથી ૩ાા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેર સૌરાષ્ટ્ર પંથકમાં કરી છે.

ફલ્ડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ મુખ્યત્વે વરસાદના આંકડા ઉ.ગુજરાતના મહેસાણામાં ૪૮ મી.મી. અને હિંમતનગર ૪૭ મી.મી. તો દ.ગુજરાતમાં હાસોટ અને ઓલપાડ ૪ર મી.મી.વાગરા ૩૪ મી.મી. ઉમરગામ ૩૯ મી.મી. અને વાપી રર મી.મી. વરસાદ નોંધાયેલ છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર આગામી ૭ર કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે.

(11:51 am IST)