Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પાટીદાર શહીદ યાત્રા અચાનક રાજપીપળામાં સ્થગિત

પૂરતો બંદોબસ્ત નહિ ફાળવે ત્યાં સુધી યાત્રાને આગળ નહિ વધારવા નિર્ણંય

ઉંઝાથી નીકળેલી પાટીદાર શહીદ યાત્રા આજે અચાનક નર્મદાના રાજપીપલામાં સ્થગિત કરી દેવાઇ છે.રવિવારે સાંજે સુરતમાં યાત્રા દરમિયાન હુમલો થયા બાદ સુરક્ષાનાં કારણઓસર યાત્રા સ્થગિત કરાઇ હોવાની માહિતી મળી રહી છે.
  ઉંઝા ઉમીયાધામથી ખોડલધામ સુધી શહીદ યાત્રાની શરૂઆત કરાઇ હતી. જે અંતર્ગત યાત્રા રવિવારે સાંજે સુરત ખાતે આવી પહોંચી હતી અને તેમાં આગેવાન હાર્દિક પટેલ પણ જોડાયા હતા.જે બાદ મોડી સાંજે સુરતમાં આ યાત્રા પર કેવ્ટલાક આજાણાયા લોકોએ હુમલો કર્યો હતો અને જે બાદ પોલીસ પ્રોટેકશન સાથે આ યાત્રા આજે નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી.

   તેવામાં અચાનક સાંજે પાસ અગ્રણી દીલીપ સાબવા અને નિલેશ એરવાડીયા સહીતનાં આગેવાનોએ એક ચર્ચા બાદ શહીદ યાત્રા રાજપીપલા ખાતે જ સ્થગિત કરી દેવાઇ છે.અને જ્યા સુધી ગુજરાત સરકાર યાત્રાને પુરતો બંદોબસ્ત ન ફાળવે ત્યાં સુધી આ યાત્રાને આગળ નહી વધારવાનો નિર્ણય કર્યો છે. અને આ બાબતે વધુ ખુલાસો અમદાવાદ ખાતે આવતીકાલે મંગળવારે કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી છે

(8:55 pm IST)