Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મોડાસાનો 11 વર્ષનો બાળક ગૂમ :ભંગાર વેચીને ગુજરાન ચલાવતા પરિવારના પુત્રનો 20 દિવસથી કોઈ પતો નથી

મોડાસાના હજીરા વિસ્તારમાંથી ૧૧ વર્ષનો બાળક ગુમ થતાં ચકચાર મચી છે. ભંગાર વેચીને ગુજરાન ચલાવતા પરિવારનો પુત્ર ઘર આગળ રમતો હતો જે ગુમ થયે ર૦ દિવસ જેટલો સમય થઈ જવા છતાં હજુ કોઈ પત્તો લાગ્યો નથી

  બનાવને પગલે પરિવારે પોલીસ મથકે જાણ કરી હતી પરંતુ પોલીસે પણ માત્ર અરજી મેળવી છે અને હજુ સુંધી બાળક ગુમ થયાનો ગુનો પણ નોંધવામાં આવ્યો નથી. ત્યારે બાળક ક્યારે મળશે તેની રાહ જોઈને પરિવાર આંસુ સારી રહ્યો છે.

(9:05 pm IST)