Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

હવે રાજ્યની શાળાઓમાં શિક્ષકોના મોબાઇલ ફોન પર મુકાશે પ્રતિબંધ

અમદાવાદ :ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ આવી રહ્યો છે. તેની પાછળનું કારણ એવું છે કે, શિક્ષકો સાથે જ્યારે મોબાઇલ ફોન હોય ત્યારે મોબાઇલ ફોનમાં વ્યસ્ત બની જતા અભ્યાસ પર તેની અવળી અસર પડે છે. બાળકો સારી રીતે ભણી ન શકવાના કારણે શાળાના પરિણામો સારા આવતા નથી.  ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકોને મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

(10:09 pm IST)