Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદમાં ગન ક્લચર વધ્યું :4000 લોકો પાસે હથિયારનું લાયસન્સ

લાઇસન્સ મોટા ભાગે આંગડીયા પેઢી, સોના-ચાંદીના વેપારી, બિલ્ડરને અપાયા :સૌથી વધુ ખાડિયા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, સોલા અને વટવા વિસ્તારના લોકો પાસે લાયસન્સ

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જાય છે, બીજીતરફ  અમદાવાદમાં ગન કલ્ચર પણ વિકસ્યું છે. અમદાવાદમાં હાલમાં કુલ 4000 લોકો પાસે હથિયાર રાખવાનું લાઇસન્સ છે. હથિયારોનું લાઇસન્સ મોટા ભાગે આંગડીયા પેઢી, સોના-ચાંદીના વેપારી, બિલ્ડરને આપવામાં આવે છે. અમદાવાદમાં સૌથી વધુ હથિયારના લાઇસન્સ ખાડિયા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, સોલા અને વટવા વિસ્તારના લોકો પાસે છે.

(10:10 pm IST)