Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદમાં બાળક ચોરીનો આરોપ સહેનાર વાદી સમાજની મૌન રેલી

અમદાવાદ :રાજ્યમાં બાળક ચોરી કરી કરતી ગેંગ સક્રિય હોવાની અફવાના પગલે વાદી મહિલાનું અમદાવાદમાં મૃત્યુ થયા પછી ગુજરાતના સમગ્ર વાદી સમુદાયમાં ભયનું વાતાવરણ પ્રસર્યુ છે. તેઓ પોતાના ધંધા રોજગાર માટે જઈ શકતા નથી. રોજે રોજ ભીખ માંગીને જીવતા આ પરિવારોને બે ટંકના ફાંફા પડી રહ્યા છે. સમાજ તેમના પ્રત્યે જુદા ભાવથી ના જુએ, તે કહેવા માટે વાદી સમુદાયના અંદાજે 1,000 માણસોએ અમદાવાદમાં મૌન રેલી કાઢી હતી.

(10:12 pm IST)