Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદ ગેંગરેપ કેસ:અન્ય એજન્સીને તપાસ સોંપવા પીડિતાના પિતાની અરજી :સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરેઃ ગુજરાત હાઇકોર્ટ

 

અમદાવાદના સેટેલાઇટમાં યુવતી સાથે ગેંગરેપની ઘટનામાં પીડિતાના પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. 164 મુજબ ઝડપથી નિવેદન લેવા માટે અરજી કરી છે સાથે કેસની તપાસ અન્ય એજન્સી આપવામાં આવે તેની પણ માંગ કરી છે. અરજી અંગ હાઇકોર્ટે સરકારનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે

 

   અત્રે  ઉલ્લેખનીય છે કે, પીડિતાએ રવિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જેકે ભટ્ટ સામે ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા છે. રિમાન્ડ લેતા હોય તેવી રીતે પૂછપરછ કરવામાં આવતી હોવાના પણ આરોપ લગાવ્યા છે. બીજી તરફ પીડિતાએ ક્રાઇમ બાન્ચને તપાસ સોપાય તે માટે પણ રજૂઆત કરી હતી.

  બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશ્નર એકે સિંહે પ્રેસકોન્ફરન્સ યોજીને પીડિતાએ કરેલા આરોપોને ગંભીરતાથી લઇને તટસ્થ તપાસ થાય અંગે વિશ્વાસ અપાવ્યો હતો. સાથે સાથે કેસમાં મહિતામાં વિરોધાભાષ જોવા મળતો હોવાનો ઉલ્લેખ કરતા આવી ખામીઓને દૂર કરીને તપાસ કરવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે જ્યાં સુધી તેમને જણાવવામાં આવે ત્યાં સુધી કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે તેમ પણ જણાવ્યું હતું. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પીડિતાને અન્યાય થાય તે માટે કેસમાં વ્યક્તિગત રીતે અવલોકન કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

   પીડિતાના વકિલે જણાવ્યું હતું કે, 120 કલાક થયા હોવા છતાં પણ 164 મુજબ નિવેદન લેવાયું નથી. જ્યાં સુધી 164નું નિવેદન નોંધાય ત્યાં સુધી પોલીસ આગળના પગલા લઇ શકે. જેથી નામદાર હાઇકોર્ટે કેસ અંગે સરકારનું જે વલણ હોય તેને આવતી કાલે મંગળવારે 2.30 કલાકે રજૂ કરવામાં આવવા કહ્યું છે. પોલીસનું કહેવું છે કે, રેપનો ગુનો થતો નથી. આમ ગાડીમાં પીડિતાને ઇન્જેક્શન આપીને કપડા ઉતારીને ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. ફોટા પહેલા આરોપીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પીડિતાને પાછા મોકલ્યા છે. ઘટનાને હાઇકોર્ટે ગંભીર ગણાવી છે. હાઇકોર્ટે અમને સાંભળીને સરકાર સામે પ્રશ્નો કર્યા છે અને કહ્યું છે કે, આનું નિરાકરણ લાવવું જોઇએ. અંગે તમારું શું વલણ છે અંગે આવતી કાલે મંગળવારે 2.30 કલાકે રજૂ કરવાનું કહ્યું છે.

(1:36 am IST)