Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પાટણ કોર્ટ પરિસરના બીજા માળે જસ્ટીસની કેબિન બહાર જ આત્મવિલોપનનો પ્રયાસ

પાટણઃ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલીમાં બ્રાહ્મણ કુટુંબનો એક વ્યક્તિ આજે કોર્ટ પરિસરમાં આવ્યો તે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી કોર્ટ પરિસરમાં છેક બીજા માળ પર પહોંચી ગયો, અને જસ્ટિસના કેબિન બહાર જ પોતાની જાતને સળગાવવાનો પ્રયાસ કરવા લાગ્યો પરંતુ પોલીસની નજર આ વ્યક્તિ પર પડી જતા, પોલીસે તુરંત તેને ઝડપી બચાવી લીદો છે. હાલમાં પોલીસે તેને એક રૂમમાં લઈ જઈ પુછપરછ હાથ ધરી છે.

આ વ્યક્તિ છેલ્લા કેટલાએ સમયથી જમીન વિવાદ મુદ્દે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો હતો, પરંતુ તેને ન્યાય ન મળતા તેણે આત્મવિલોપન કરવાનું મન બનાવી લીધુ. તે જીલ્લા મેજીસ્ટ્રેટ એટલે કે કલેક્ટર કચેરીનું એડ્રેસ પુછતો પાટણમાં ફરી રહ્યો હતો, પરંતુ કોઈકે તેને કલેક્ટર કચેરીને બદલે જીલ્લા કોર્ટનું એડ્રેસ આપતા તે ભૂલથી કોર્ટમાં પહોંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આખરે તેણે કોર્ટમાં જ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ ચાંટી આત્મ વિલોપન કરવાનું નક્કી કરી, આ પગલું ભર્યું છે.

પીડિત વ્યક્તિએ હકિકતમાં કયા કારણોસર આ પગલું ભર્યું? તે કેમ કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યો હતો? જમીનનો શું વિવાદ હતો? આ તમામ પ્રશ્નોના જવાબ હવે પોલીસ પુછપરછ બાદ જ જાણવા મળી શકે છે.

(5:31 pm IST)