Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ગાંધીનગર નજીક સોલંકીપુર પાસે ચિલોડા પોલીસે બાઈક પર દારૂની હેરાફેરી કરતા બોરીજના બે શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર નજીક સોલંકીપુરા પાસે ચિલોડા પોલીસે બાઈક ઉપર દારૃની હેરાફેરી કરતાં બોરીજના બે શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી દારૃની બોટલો મળી ૨૬૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સોલંકીપુરા પાટીયાથી ચિલોડા તરફ બાઈક ઉપર બે શખ્સો આવી રહયા છે જેેમની પાસે વિદેશી દારૃ છે આ બાતમીના પગલે પોલીસે વોચ ગોઠવી હતી અને જીજે-૧૮-એપી-૧૦૪૪ નંબરનું બાઈક આવતાં તેને ઉભું રાખ્યું હતું અને તેમાં સવાર બોરીજ ગામના પ્રજ્ઞોશ ભીખાભાઈ રાવળ અને રાકેશ કાંતિભાઈ ઠાકોરને ઝડપી લીધા હતા. બાઈક ઉપર ભરાયેલા થેલામાંથી પોલીસે વિદેશી દારૃની છ બોટલ મળી આવી હતી. પોલીસે દારૃ અને બાઈક મળી ર૬૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આ દારૃ કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી હતી. 

(4:50 pm IST)