Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

આણંદ નજીક બોરીયાવીમાં વોટ્સએપ પર વાંધાજનક સ્ટેટ્સ મુકવા બાબતે વૃદ્ધાને ધક્કો મારતા કરુણ મોત

આણંદ:નજીક આવેલા બોરીયાવીના ચન્દ્રનગર સીમમાં ગઈકાલે બપોરના સુમારે મોબાઈલ ફોન પરવોટ્સેઅપ પર વાંધાજનક સ્ટેટસ મુકવાની બાબતે એક વૃદ્ઘાને ધક્કો મારતાં તેણીનું પડી જવાને કારણે થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમ્યાન કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોત થયું હતુ. આ અંગે આણંદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર બોરીયાવી ગામની ચન્દ્રનગર સીમમાં ફરિયાદી લીલાબેન બાબુભાઈ વાઘેલા રહે છે. તેમની બાજુમા ંજ રહેતા મણીભાઇ બુધાભાઈ વાઘેલાનો પૌત્ર ભાવેશ મોબાઈલ ફોનના વોટ્સેઅપ પર અણછાજતુ સ્ટેટસ મુકતો હતો જે લીલાબેનના દિકરાના મોબાઈલ પર પણ મુકતો હતો. જેને લઈને અગાઉ તેને ઠપકો આપવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે ફરીથી ભાવેશે હુ ચન્દ્રનગરનો રાજા છું, તમારે તો ચકલાસીમાં ડીસો ધોઈને ખાવી,તેવું સ્ટેટસ મુકતાં જ લીલાબેન, જેઠ છગનભાઈ તથા સાસુ ઈચ્છાબેન વજાભાઈ વાઘેલા (ઉ. વ. ૮૬)ની સાથે ઠપકો આપવા માટે તેના ઘરે ગયા હતા. જ્યાં મણીભાઈ બુધાભાઈ વાઘેલા હાજર હોય તેમને વાત કરતા જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરવા ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં ઈચ્છાબેનને ધક્કો મારતાં જ તેઓ નીચે પડી ગયા હતા અને વામીટો કરવા લાગ્યા હતા. લીલાબેન સાથે પણ ઝપાઝપી કરીને મારામારી કરી હતી. 

(5:37 pm IST)