Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

નવાપુર રેલવે સ્ટેશનની વચ્ચોવચ્ચ બે રાજ્યોની સરહદ : રાજ્યો અલગ પરંતુ રેલવેથી જોડાયેલાઃ રેલમંત્રીનું ટ્વીટ

ટ્રેન ઊભી રહે ત્યારે તેનું એન્જિન ગુજરાતમાં તો તેના પાછલા ડબ્બા મહારાષ્ટ્રની સરહદમાં હોય છે

ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની સરહદ પર એક એવું રેલવે સ્ટેશન આવેલું છે કે જેનો એક ભાગ ગુજરાતમાં અને બીજો ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે સ્ટેશનનું નામ છે નવાપુર રેલવે સ્ટેશન. જેનો એક ભાગ ગુજરાતના તાપી જિલ્લામાં અને બીજો ભાગ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલો છે. બાબતે હાલમાં રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલે એક ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘રાજ્યો અલગ પરંતુ રેલવેથી જોડાયેલાઃ નવાપુર રેલવે સ્ટેશન જે બે રાજ્યોમાં આવેલું છે, જેનો એક ભાગ મહારાષ્ટ્રમાં અને બીજો અડધો ભાગ ગુજરાતમાં આવેલો છે
   નવાપુર મહારાષ્ટ્રાના નંદુરબારનો એક તાલુકો છે.’ નવાપુર આમ તો મહારાષ્ટ્ર રાજયનું છેલ્લું ગુજરાથી જાઓ તો પહેલું ગામ છે, પરંતુ તેના રેલવે સ્ટેશનની બરાબર વચ્ચેથી ગુજરાતના તાપી જિલ્લાની શરૂઆત થાય છે. પ્લેટફોર્મ ઉપર મુસાફરો એક રાજયની સરહદ ઓળંગીને બીજા રાજયમાં ફરતા જોવા મળે છે. ટ્રેન ઊભી રહે ત્યારે તેનું એન્જિન ગુજરાતમાં તો તેના પાછલા ડબ્બા મહારાષ્ટ્રની સરહદમાં હોય છે.

(10:03 pm IST)