Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

સરકાર તરફથી કોઇ સહાય ન મળતા બનાસકાંઠામાં આવેલી ગૌશાળામાંથી ૭૦૦૦ જેટલા પશુઓને છોડી મુકવાનો સંચાલકો દ્વારા નિર્ણયઃ પશુચારો મળતો નથી અને ઘાસચારાના ભાવ બમણા થઇ ગયા

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં પેડલી અતિવૃષ્ટિના કારણે ઘાસચારો નાશ થયો છે. જેના કારણે પશુઓને પુરતો ઘાસચારો મળતો નથી. અને રહેવાની પણ સમસ્યા સતાવી રહી છે. તો બીજી તરફ પશુઓને ખવડાવવામાં આવતા ધાન, અને ઘાસના ભાવ ડબલ થઇ ગયા હોવાથી ગૌશાળા સંચાલકોએ નિર્ણય કર્યો છે કે પશુઓને સરકારી કચેરીમાં છોડી મુકાશે.

જિલ્લામાં 97 ગૌશાળામાં 17 વર્ષથી કોઈ સહાય ચુકવવામાં આવી નથી. આપને જણાવી દઇએ કે માત્ર પશુઓ જ નહીં પરંતુ 500 આદિવાસીઓ સાથે 7000 જેટલા પશુઓ છોડી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તો આ અંગે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં ગાયોનો સહારો કોણ?.. સરકાર તરફથી સહાય મળશે કે નહીંઅત્યાર સુધી મળેલી સહાય કેમ બનાસકાંઠા સુધી પહોંચી નથી.

તો આ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે ભાજપ માત્ર ગાયનો નામે રાજનિતી કરે છે. કોંગ્રેસના શાસનમાં સબસીડી અપાતી હતી. ભાજપ  રાજમા તો માત્ર વાતો જ કરવામાં આવે છે. ઘાસચારાના અભાવે ભૂખના કારણે ગાયો મરી રહી છે. માલધારીઓ હિજરત કરી રહ્યા છે .તે દુઃખદ બાબત ગણી શકાય. તો કોગ્રેસની માગ છે કે સતવરે સરકાર દ્વારા ગૌશાળા ખોલવામાં આવે.

(6:49 pm IST)