Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ઉમરેઠ પોલીસે વોચ ગોઠવીને રીઢા બાઈક ચોરને સાત મોબાઈલ સાથે ઝડપ્યો

ઉમરેઠ:પોલીસે આજે વોચ ગોઠવીને એક રીઢા બાઈક ચોરને ચોરીના બાઈક તથા સાત મોબાઈલ ફોન સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ, નડીઆદ, સાવલી, વડોદરા વગેરે શહેરોમાંથી બાઈકોની ચોરી કરનાર રીઢો બાઈક ચોર સિધ્ધરાજસિંહ બળવંતસિંહ પુવાર ઓડ ચોકડીથી ઉમરેઠ તરફ આવી રહ્યો હોવાની એક માહિતી પોલીસને મળતાં જ પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન સિદ્ઘરાજસિંહ બાઈક પર આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને અંગજડતી કરતા તેની પાસેથી ચોરીના સાત મોબાઈલ ફોનો કે જેની કિંમત ૨૮૫૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યા હતા.
પોલીસે બાઈક તેમજ મોબાઈલ ફોનો અંગે પુછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો જેથી તેને પોલીસ મથકે લાવીને આકરી પુછપરછ કરતાં તે ચોરીના હોવાની કબુલાત કરી હતી.

(5:55 pm IST)