Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ઈન્‍ડોસ્‍ટાર કેપિટલ ફાયનાન્‍સ લિ.નો આઈપીઓ ૯ મેના ખુલશે

અમદાવાદઃ ઈન્‍ડોસ્‍ટાર કેપિટલ ફાઈનાન્‍સ તેની ઈનિશિયલ પબ્‍લિક ઓફરિંગ લોંચ કરશે. આઈપીઓ ૯મેના રોજ ખુલશે અને ૧૧મેના રોજ બંધ થશે. જેમાં પ્રાઈઝ બેન્‍ક કંપનીનાં રૂા.૧૦ની ફેસ વેલ્‍યુ ધરાવતાં દેરક ઈકિવટી શેરદીઠ રૂા.૫૭૦ થી રૂા.૫૭૨ નકકી કરવામાં આપી છે. એન્‍કર ઈન્‍વેસ્‍ટર ફાળવણી ઓફર ખુલવાની તા.૮ મેથી એક દિવસ અગાઉ થશે. આઈપીઓમાં કુલ રૂા.૭૦૦૦ મિલિયન અને વિક્રેતા શેરધારકોનાં ૨૦,૦૦૦,૦૦૦ ઈકિવટી શેરની વેચાણ ઓફર સામેલ છે.

આ વેચાણની ઓફરમાં ૧૮,૫૦૮, ૪૦૭ ઈકિવટી શેર ઈન્‍ડોસ્‍ટાર કેપિટલનાં અને અન્‍ય વિક્રેતા શેરધારકોનાં ૧, ૪૯૧, ૫૯૩ ઈકિવટી શેર સામેલ છે. કંપની ફેશ ઈશ્‍યુમાંથી થનારી ચોખ્‍ખી આવકની ઉપયોગ મુખ્‍યત્‍વે ભવિષ્‍યની મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા તેનાં મૂડીના આધારને વધારવા માટે કરવાનો ઈરાદો ધરાવે છે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ જેએમ ફાઈનાન્‍શિયલ લીમિટેડ, કોટક મહિન્‍દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્‍ટેન્‍લી ઈન્‍ડિયા કંપની પ્રા.લિ, મોતીલાલ ફાઈનાન્‍શિયલ એડવાઈઝરી અને સીકયોરિટીઝ પ્રા.લિ. છે. ઓફરનાં રજિસ્‍ટ્રાર લિન્‍ક ઈન્‍ટાઈમ ઈન્‍ડિયા પ્રા.લિ છે. ઈકિવટી શેર બીએસઈ લિમિટેડ અને નેરનલ સ્‍ટોક એકસચેન્‍જ ઓફ ઈન્‍ડિયા લિમિટેડ પર લિસ્‍ટેડ થશે.

(4:49 pm IST)