Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

કાર ભડભડ સળગતા ચાલક પરેશ દેસાઇ જીવતા ભુંજાયા

 સાબરકાંઠા જીલ્લાના દેરોલ ગામ નજીક  ચાલતી કાર ભડભડ સળગી ઉઠતા કાર ચલાવી રહેલ પરેશ જીવણભાઇ દેસાઇ (ઉ.વ.૪૨) જીવતા ભુંજાય ગયા હતા. જોરદાર  પવનના કારણે આગ ઝડપથી આખી કારમાં ફેલાઇ જતા પરેશભાઇ બાહર નીકળી ન શકતા કારમા જ ભડથું થઇ ગયા હતા. પરેશભાઇ હિમ્મતનગરના મહાવીરનગરમાં રહેતા હતા. તેઓ વીજાપુર પાસે મહાકાળી માતાના દર્શન કરી પરત ફરી રહયા હતા ત્યારે કારના પાછળના ભાગમાં શોર્ટ સર્કીટના કારણે આગ ભભુકી ઉઠતા ઇલેકટ્રીક સેન્ટર લોક દ્વારા બારી કે દરવાજા નહિ ખુલી શકયા હોય, જેથી પરેશભાઇ બાહર નીકળી ન શકતા કારમાં જ તેમનું કરૂણ મોત નિપજયું  હતું. ઇન્સેટ તસ્વીર પરેશભાઇ દેસાઇની છે.

(2:46 pm IST)