Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મંગેતરની પ્રેમિકા દ્વારા લગ્ન ફોક કરી નાખવાની ધમકીથી કંટાળી ઓડની યુવતીએ કર્યો આપઘાત

યુવકને અન્ય યુવતી સાથે પણ પ્રેમ સબંધ : સગપણ મામલે યુવકની પ્રેમિકાને ખબર પડતાં ધુંવાફુંઆ

 

ઓડ ગામે રહેતી યુવતીને મંગેત્તરની પ્રેમિકા દ્વારા યુવતી ઉપર અવરનવર ફોન કરી લગ્ન ફોક કરી નાંખવાની ધમકીઓના ત્રાસથી યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

  અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઓડ ખાતે યોગીનગરમાં રહેતાં રાજુશભાઈ ડાભીની દીકરી સુનિતાના સગપણ સુરત ખાતે રહેતાં અને પોલીસ ખાતામાં ફરજ બજાવતા યુવક સાથે થોડાક મહિનાઓ અગાઉ થયાં હતાં. યુવકને અન્ય યુવતી સાથે પણ પ્રેમ સબંધ હોવાનું છુપાવવામાં આવ્યું હતું. જો કે યુવકના સગપણ મામલે યુવકની પ્રેમિકાને ખબર પડતાં યુવકની પ્રેમિકા ધુઆપુઆ થઈ ગમેતે રીતે તેનો વિવાહ ફોક કરવા માટે પ્રયાસો હાથ ધર્યાં હતાં અને પ્રેમિકાએ કોઈપણ રીતે તેની મંગેત્તરનો નંબર મેળવી તેણે અવાર નવાર ફોન કરી યુવક સાથે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. તેમજ ધમકાવતી હતી.

આમ અવારનવાર તેણી દ્વારા ફોન કરીને યુવતીને વારંવાર ધમકીઓ આપવામાં આવતાં કંટાળી ગયેલ સુનીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પરિણામે તેને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમીયાન તેણીનું મોત નીપજયું હતું. ઘટના અંગે ખંભોળજ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:01 am IST)