Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગુજરાત ભાજપનું મિશન 2019 :કમલમમાં બેઠકોનો ધમધમાટ મતબેંક પરત મેળવવા કવાયત : સંગઠનને અનેક સૂચનો કરાયા

અલગ-અલગ મોરચા અને સંગઠન સાથે બેઠકોનો દૌર શરૂ : સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા હોદ્દેદારોને સુચન

 

અમદાવાદ ;ભાજપે મિશન 2019 શરૂ કર્યું છે આગામી લોકસભાની ચૂંટણી પૂર્વ તૈયારીના ભાગરૂપે કમલમમાં બેઠકોનો ધમધમાટ શરુ થયો છે ગુમાવેલી મતબેંક પરત મેળવવા સંગઠનને વિવિધ સૂચનો કરાઈ રહ્યાં છે અલગ-અલગ મોરચા અને સંગઠન સાથે બેઠકોનો દૌર શરૂ કરાયો છે અને : સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા હોદ્દેદારોને સુચન અપાઈ રહ્યાં છે ગતવિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતી મેળવી ચૂકેલી ભાજપ સરકારે 2019ની લોકસભાની ચૂંટણી માટે અત્યારથી કમર કસવાની શરૂઆત કરી દીધી છે. ગાંધીનગરમાં ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે એક પછી એક મોરચાની બેઠક યોજાઇ રહીં છે.

   નરેન્દ્રભાઈ  મોદી દિલ્હી ગયા બાદ ભાજપનો ગઢ અને પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. એક સમયે અલગ-અલગ સમાજ પર પ્રભુત્વ અને લોકચાહના ધરાવતા ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં એવો આંચકો મળ્યો કે તેની ઉંઘ સફાળી ઉડી ગઇ. આથી આગામી લોકસભાની ચૂંટણીમાં પણ માઠા પરિણામ ના જોવા પડે તેના માટે ભાજપે અત્યારથી કવાયત શરુ કરી ગુમાવેલી મતબેંક પરત મેળવવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ભાજપ દ્વારા અલગ-અલગ મોરચા અને સંગઠન સાથે બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. કમલમ ખાતે બક્ષીપંચ મોરચાની મહત્વની બેઠક યોજી હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  બેઠકમાં લોકો સાથે સંવાદ કેમ વધારવો. સ્થાનિક લેવલ પર સંગઠન મજબૂત કેવી રીતે કરવું. મોદીની મન કી બાત કાર્યક્રમમાં પણ બક્ષીપંચના લોકોને વધારે એકત્ર કરવા. અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા હોદ્દેદારોને સુચન કરવામાં આવ્યું છે. કારણ કે છેલ્લા ઘણાં સમયથી દેશભરમાં દલિતો રાજ્ય અને કેન્દ્ર સરકારથી નારાજ છે. જો પરિસ્થિતિ 2019ની લોકસભા ચૂંટણી સુધી યથાવત રહે તો ભાજપને નુકસાન થઇ શકે છે. જેથી વિધાનસભા ચુંટણીની જેમ માઠા પરિણામથી બચવા ભાજપે અલગ અલગ મોરચે ચુંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે.

(12:56 am IST)