Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

લિફ્ટ માંગીને કારચાલકને ઘરે લઇ જઈને કપડાં ઉતરાવી અશ્લીલ વિડિઓ ઉતારી પૈસા અને દાગીના પડાવી લીધા

કલોલની મહિલાનું કારસ્તાન :અમદાવાદના વ્યક્તિને ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી લૂંટી લેવાયો

 

કાલોલ :કાલોલ રોડ ઉપર મહિલા દ્વારા લિફ્ટ માંગીને કારચાલકને ઘરે ઉતારવા કહીને ઘરે લઇ જઈને માર મારીને કપડાં ઉતારવી નાખીને મહિલા સાથે અશ્લીલ હરકત કરતો વિડિઓ બનાવી ખોટી ફરિયાદમાં સંડોવી દેવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવી લીધાનો બનાવ બહાર આવ્યો છે જેમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ દ્વારા અમદાવાદના એક વ્યક્તિ પાસેથી છરી બતાવવા સાથે પટ્ટાથી માર મારી તેને નગ્ન કરીને વીડિયો ઉતાર્યા બાદ રૂપિયા પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી.

    કલોલ શહેર પોલીસે જણાવ્યું છે કે, કલોલ શહેરમાં એક સ્ત્રી રોડ ઉપર ઉભી રહીને લીફ્ટ માંગતી હતી. જેમાં અમદવાદમાં ચાંદખેડા ખાતે રહેતા ઋષભ શાહે મહિલાને તેમની ગાડીમાં લીફ્ટ આપી હતી. મહિલાએ તેના ઘરે ઉતારવાનું કહેતા ઋષભ શાહ મહિલાને તેના ઘરે લઇ ગયા હતા.જ્યાં બીજી એક મહિલા પણ હાજર હતી અને થોડીવારમાં બીજા ચારેક વ્યક્તિઓ આવી ગયા હતા. તેમણે ઋષભ શાહને પટ્ટાથી માર માર્યા બાદ એક વ્યક્તિએ છરી બતાવી ઋષભ શાહના કપડા ઉતરાવ્યા હતા. જેમાં નગ્ન હાલતમાં રહેલા ઋષભ શાહ પાસે તે બંને મહિલાઓને બેસાડી અશ્લીલ હરકતો કરાવીને તે વ્યક્તિઓ દ્વારા મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવા સાથે ફોટા પાડવામાં આવ્યા હતા. પછી ઋષભ શાહ પાસેથી રોકડ રકમ રૂપિયા ૧૨,૫૦૦ તેમજ રૂપિયા ૪૨,૦૦૦ની કિમતના સોનાના બે પેન્ડન્ટ પડાવી લીધા હતા. વખતે તે વ્યક્તિઓ ધ્વારા વિડીયો અને ફોટા વાયરલ કરવા સાથે બળાત્કારની ખોટી ફરિયાદ આપી ફસાવવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી

  પછી ઋષભ શાહને ત્યાંથી જવા દેવાતા તેમણે કલોલ શહેર પોલીસ સ્ટેશન પહોચી પોલીસ ફરિયાદ નોધાવી હતી. જેમાં કાલોલના પીઆઈ નીરજ પટેલ અને તેમની ટીમે સઘન તપાસ કરી પૂર્વયોજિત કાવતરાનો ગુનો ઉકેલી નાખ્યો છે. જેમાં ગુન્હામાં સંડોવાયેલ મહિલા રમીલા રતીલાલ સોલંકી (રહે. ૭૦૮,સિદ્ધરાજ સોસાયટી,આર્સોડીયા,રેલવે પૂર્વ) સજન ભેરુસિંગ રાજેન્દ્રસિંગ સિસોદિયા (રહે. ડી- સોમનાથનગર સોસાયટી, વિભાગ-,કલ્યાણપુરા,કલોલ ) તેમજ અજયસિંહ અજીતસિંહ ચાવડા (રહે. શિવ રેસીડન્સી સામે,કલોલ)ને પોલીસે ઝડપી લઇ મુદ્દામાલ રીકવર કર્યો છે. જેમાં બીજા ત્રણ ઇસમોની પોલીસે શોધખોળ ચાલુ રાખી છે.

(11:08 pm IST)