Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નાંદોદના કોંગી ધારાસભ્યએ ઉભા ભજનની બાધા પુરી કરી

આદિવાસી વિસ્તારમાં ઉભું ભજન કરવાની પ્રથા:દસ ગામના લોકો સાથે ઉભા ભજનની ટેક રાખી હતી

અમદાવાદ :ચૂંટણી જીતવા અને જીતના વિશ્વાસથી નેતાઓ અને કાર્યકર્તાઓ અનેક પ્રકારની માનતા માને છે અને ચૂંટણીમાં જીતી ગયેલા નેતાઓને બાધા આખડી પૂરી કરતા જોયા હશે ત્યારે નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી ડી વસાવાએ ચૂંટણી જીતે તો ઉભા ભજનની ટેક રાખી હતી. ટેક તેમણે પૂરી કરી છે. આમ પણ આદિવાસી વિસ્તારમાં ઉભુ ભજન કરવાની પ્રથા છે. તેમણે દસ ગામના લોકોને સાથે ઉભા ભજનની જાતે ગાવાની બાધા રાખી હતી. જે તેમણે પૂરી કરી છે.

(10:45 pm IST)