Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સચિન જીઆઈડીસીમાં બખેડો કરતા જુગારીઓને ટપારવા ગયો હોવાથી વિદ્યાર્થીને છરીના ઘા ઝીક્યાં

સચિન જીઆઈડીસીમાં શ્રીનગરમાં ચાલીમાં યુવકો જુગાર રમી બખેડો કરતા હોય તેને ટપારવા ગયેલ હોવાથી એ વાતનો ખાર રાખીને વિદ્યાર્થીને છરીના ઘા ઝીક્યાં હતા શિવનગર પાસે આવેલા વિશાલનગરમાં પ્રિન્સ પટેલ તેના પરિવાર સાથે રહે છે પ્રિન્સની પડોશમાં રહેતો બ્રિજેશશ તેના મિત્રોને ઘરે બોલાવી જુગાર રમે છે ગત પહેલી તારીખે બ્રિજેશના ઘરે જુગાર રમવા એકઠાં થયેલા યુવકોએ ભારે શોરગુલ કરવા માંડયા હતાંઆનાથી કંટાળી મકાન માલિક રામઆશ્રયે બ્રિજેશને બોલાવવા પોતાના પુત્ર બાદલ અને પડોશી રામકુમારના પુત્ર પ્રિન્સને મોકલ્યા હતાં. બાદલ અને પ્રિન્સને જોઇ બ્રિજેશ ભડક્યો હતો. તેણે મિત્રો સાથે મળી આ બંને તરુણો સાથે તકરાર કરી હતી.બ્રિજેશને મકાન માલિક રામઆશ્રયે ટપાર્યો હતો.તેમણે બંને વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. જો કે બ્રિજેશ અમે તેના મિત્રોએ આ બબાલ પ્રિન્સના કારણે થયાનું માની અદાવત લઇ બેઠા હતાં.

 

પહેલી તારીખે રાતે દસેક વાગ્યે પ્રિન્સ તેના મિત્ર દીપક સાથે ચાલીની બહાર બેઠો હતો. જ્યાં બ્રિજેશ તેના મિત્રો વિકી, વિવેક, નિતેશ વગેરે સાથે જઇ ચઢયો હતો. તેણે પ્રિન્સ સાથે ઝઘડો કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ ઝઘડા દરમિયાન બ્રિજેશે ચાકુ કાઢી પ્રિન્સની છાતીમાં ઘા મારી દીધો હતો. ઘવાલેયા પ્રિન્સને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવ અંગે સબ ઇન્સ્પેક્ટર એમ. એમ. મૌર્યાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:01 pm IST)