Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગુજરાતનું શિક્ષણ IIMA રેકિંગમાં નાપાસ ટોપ -100માં રાજ્યની ત્રણ સંસ્થાને સ્થાન

 

અમદાવાદ :રાજ્યમાં શિક્ષણના સ્તર અંગે સવાલ થાય તેવા સરકારે જાહેર કરેલા દેશભરની યુનિવર્સિટીના આંકડા બહાર પડ્યા NIRF રેન્કિંગમાં ગુજરાત નાપાસ થયું છે દેશની યુનિવર્સિટીઓની યાદીમાં ઓવરઓલ રેન્કિંગમાં ટોપ 100 માં ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી 39 ક્રમાંકે છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી 111 મા ક્રમાંકે છે. જોકે મેનેજમેન્ટ ક્ષેત્રે IIM અમદાવાદ હજુ ટોચ પર છે. IIM અમદાવાદે દેશની ટોપ ટેન મેનેજમેન્ટ સંસ્થાઓમાં પહેલા નંબરે છે. જ્યારે કે આણંદની ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ 43મા ક્રમાંકે છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્કે 3 હજાર 954 ઈન્સ્ટીટ્યુટ્સમાં નવ પેરામીટર્સના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

 ટોપ ટેન મેડિકલ ઈન્સ્ટીટ્યૂટમાં પણ ગુજરાત બિમાર છે. ટોપ ટેન એન્જિનિયરિંગ ઈન્સ્ટીટ્યૂટમાં ગુજરાત ફેઈલ છે જયારે ટોપ ટેન કોલેજમાં પણ ગુજરાતનો નંબર નથી. ટોપ ટેન લો ઈન્સ્ટીટ્યૂટમાં ગુજરાત નાપાસ થયું છે. ટોપ ટેન ફાર્મસી ઈન્સ્ટીટ્યૂટમાં ગુજરાત ફેઈલ થયું છે. ટોપ ટેન આર્કિટેક્ટચર ઈન્સ્ટીટ્યૂટમાં ગુજરાત બાકાત છે. માત્ર IIMAએ ગુજરાતનું નાક બચાવ્યું છે.

(9:59 pm IST)