Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સોનાની આયાતમાં ૧૯ ટકાનો નોંધપાત્ર વધારો થયો

૨૦૧૭-૧૮માં સોનાની આયાત ૭૪ મેટ્રિક ટનઃ ૨૦૧૬-૧૭માં સોનાની આયાત ૬૨ મેટ્રિક ટન નોંધાઈ

અમદાવાદ,તા. ૩ : નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સોનાની માંગમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. અગાઉના નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીમાં તેમાં ઉલ્લેખનીય વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સોનાની આયાતમાં વધારો થતાં આ આંકડો વધીને ૭૪ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે જે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ૬૨ મેટ્રિક ટન જેટલો નોંધાયો હતો. એટલે કે સોનાની આયાતમાં ૧૯ ટકા સુધીનો નોંધપાત્ર વધારો થઇ ગયો છે. જ્વેલર્સનું કહેવું છે કે, ગોલ્ડ જ્વેલરી માટેની માંગ ફરી એકવાર જોવા મળી રહી છે. લેવાલી સમગ્ર વર્ષ દરમિયાન રહી છે. આ નાણાંકીય વર્ષ દરમિયાન વેચાણ સારુ રહ્યું છે. તહેવારની સિઝન અને લગ્નની સિઝનના પરિણામ સ્વરુપે ગોલ્ડ જ્વેલરી માટેની માંગમાં વધારો થયો છે. કેટલાક જ્વેલર્સ માની રહ્યા છે કે, આયાત વધતા કિંમતોમાં પણ ફેરફારની પણ સ્થિતિ જોવા મળી છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણ પહેલા પણ કેટલાકે મોટાપાયે ખરીદી કરી હતી.

(9:49 pm IST)