Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સુરતમાં મધરાત્રે રસ્તા પર ક્રિકેટ રમતા યુવકોને પોલીસે મેથીપાક ચખાડ્યો

સુરતઃ રાંદેર વિસ્તારમાં રોડ પર ક્રિકેટ રમતાં યુવકોને પોલીસે ફટકાર્યા હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે રાંદેર પોલીસના પીઆઈએ જણાવ્યું હતું કે, સ્થાનિક રહીશોએ કન્ટ્રોલમાં ફોન કરીને યુવકોના ન્યૂસન્સ અંગે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને બેટ, સ્ટમ્પ સાથે યુવકોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

રાંદેરમાં ગત પહેલી એપ્રીલની રાત્રે લગભગ સાડાબાર વાગ્યાની આસપાસ અમુક યુવકો રસ્તા પર ક્રિકેટ રમતાં હતાં. આ દરમિયાન પોલીસની જીપ આવી હતી. અને યુવકોને ફટકારીને તેમના બેટ સ્ટમ્પ લઈ લીધા હતાં. સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનના પી.આઈ.આર.એમ.સરોડેએ જણાવ્યું હતું કે,સ્થાનિક રહીશોએ કન્ટ્રોલમાં ફોન કરીને યુવકો ક્રિકેટ રમવાની સાથે ચીચીયારી કરી ન્યૂસન્સ ફેલાવતાં હોવાની ફરિયાદ મળી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

(5:13 pm IST)