Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

બોરસદના ભાદરણની સગીરાને ભગાડી જનાર યુવક વિરુદ્ધ ફરિયાદ

બોરસદ:તાલુકાના ભાદરણ ગામે રહેતી એક ૧૭ વર્ષ અને ૧૧ માસની સગીરાને ગત ૩૧મી તારીખના રોજ સાંજના સુમારે ગામમાં જ રહેતો અમીતભઈ ભગાભાઈ વણકર લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં આ અંગે સગીરાના પિતાએ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(5:13 pm IST)