Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વાસદમાં રેલવે ટ્રેક ક્રોસ કરતા વૃદ્ધનુ એન્જીનની હડફેટે મોત

વાસદ:રેલવે સ્ટેશન પાસે અજાણ્યો ૬૦ વર્ષીય વૃધ્ધ પાટા ક્રોસ કરવા જતા હતા ત્યારે ટ્રેનના એન્જીનની અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અજાણ્યો ઈસમે આખી બાયનું શર્ટ અને સફેદ લેંઘો પહેરેલ છે. આણંદ રેલવે પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે.

(5:13 pm IST)