Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વિદેશ જઈ પરસ્ત્રી ગમી જતા પત્નીને તલાક આપનાર પતિ વિરુધ્દ ગુનો દાખલ

વડોદરા:અમેરિકા ફરવા જવા માટે પિયરમાંથી રૃપિયા નહી લાવનાર પરિણીતાને અમેરિકા ગયા પછી પતિએ તલાક આપી દીધા હતા. અને અમેરિકાની અન્ય મહિલા સાથે લગ્ન કરવા માટેના પ્રયાસો પતિએ શરૃ કર્યા હતા. બનાવ અંગે પરિણીતાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, વાડી ખત્રીપોળમાં રહેતી નાઝનીનના લગ્ન ડિસેમ્બર ૨૦૧૩માં મોગલવાડા સુલેમાની પોળમાં રહેતા ફેસલ શબ્બીરભાઈ ખેરૃવાલા સાથે થયા હતા. લગ્ન પછી નાઝીનન પતિ, સાસુ સસરા સાથે રહેતી હતી. શરૃઆતમાં તેઓ નાઝનીન સાથે સારૃ વર્તન કરતા હતા.

પરંતુ એક  વર્ષ પછી છોકરીનો જન્મ થતા પતિ સાસુ અને સસરાએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતુ. પતિ તેને માર મારતો હતો. અને ઘરમાં  નોકરાણીની જેમ કામ કરાવતા હતા. ૧૫-૧૦-૨૦૧૭ના રોજ પરિણીતા અને તેના પતિ, સાસુ, સસરાને અમેરિકા ફરવા જવાના વિઝા મળતા પિયરમાંથી રૃપિયા લઈ આવવા માટે દબાણ કરવાનું શરૃ કર્યું હતુ.

અમેરિકામાં ફેસલને એન.આર.આઈ યુવતી સાથે લગ્ન કરવા હોઈ ત્યાં પણ  પત્નીને મારઝૂડ  કરીને ત્રાસ આપતો હતો. અને અમેરિકામાં જ ફેસલે પત્નીને તલાક આપી દીધા હતા. નાઝજાનના પિતાને જાણ કરતાં તેમને અહીયાથી પાંચ ટિકિટો કડાવી અમેરિકા મોકલતા નાઝનીન અને તેના સાસરિયાઓ પરત આવ્યા હતા.

હાલમાં નાઝનીન પિતાના ઘરે ઓશિયાળુ જીવન જીવી રહી છે. ઉપરોક્ત ફરિયાદનાં આધારે વાડી પોલીસે નાઝનીનના પતિ ફેસલ, સસરા શબ્બીરભાઈ અને સાસુ ઝેબુન્નીશાની સામે ગુનો દાખલ કર્યો છે.

(5:11 pm IST)