Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

પાટણ જિલ્લામાં અકસ્માતના જુદા-જુદા પાંચ બનાવમાં બે વ્યક્તિ મોતના મોમાં ધકેલાયા

પાટણ:પંથકમાં માર્ગ અકસ્માતના  પાંચેક બનાવો નોંધાયા હતા. જેમાં ર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જયારે સાતેક જણાન ઈજા થઇ હતી.
પાટણ ખાડીયા શાકમાર્કેટ પાસે એક કાર ચાલકે  સ્કુટરને ટકકર મારતા વંદનાબેન નવીનભાઈ લવારીયા તેમજ અન્ય એક વ્યક્તિને  ઈજા થઈ હ તી. જયારે ચાણસ્મા-પાટણ રોડ પર ખીમીયાણા ગામ પાસે  ટ્રક અને  કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ  જણા ઘાયલ થયા હતા. જેમાં પટેલ રોજેન્દ્રકુમાર ચતુરભાઈએ   ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ ઉપરાંત બાલીસણા રોડ પર બાઈક પરથી પટાતા એક વયક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.
આ અંગે ઈન્દુભા રણુભા વાઘેલા સામે બાલીસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોધાઈ હતી. જયારે ધીણોજ નજીક રોડ પર પસાર થઈ રહેલા એક વ્યકતીને  કાર ચાલકે રસ્તે જતા રાહદારીને ટકકર મારતા ગંભીર ઈજા ઓ થતા તેમને સારવાર દરમિયાન મોત થતા  કાર ચાલક વિરુધ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.

 

(5:10 pm IST)