Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોડાસામાં તંત્રની બેદરકારી: પ્રાથમિક શાળાઓનો 1.75લાખનો વેરો હજુ સુધી બાકી

મોડાસા:નગરપાલિકાના વર્ષ ૨૦૧૭-૧૮ ના કુલ માંગણા રૃ.૩.૯૦ કરોડ અને પાછલા વર્ષોના બાકી વેરા રૃ.૨.૭૫ કરોડ મળી કુલ રૃ.૬.૬૬ કરોડની વસુલાત છેલ્લા બે માસથી કડક બનાવાઈ હતી.જુદી જુદી ૧૨ ટીમો દ્વારા હાથ ધરાયેલ ઝુંબેશ બાદ માર્ચ આખ્ખરે પાલિકાને ૫૩ ટકા વસુલાત થઇ છે.
જયારે હજુ નગરની કેટલીક ખાનગી શાળાઓ, હાઈસ્કુલો, સમાજવાડીઓ અને છાત્રાલયો જેવી સક્ષમ સંસ્થાઓના સંચાાલકો જ બાકીવેરો ભરવામાં આડોડાઈ કરી રહયા હોઈ સામાન્ય નગરજનો માં ભારે કચવાટની લાગણી પ્રસરી રહી છે.
અરવલ્લી જિલ્લાનું વડુમથક મોડાસા નગર ૧૪.૨ ચો.કી.ક્ષેત્રફળમાં પથરાયેલું છે.નગરપાલિકાના હદ વિસ્તારમાં આશરે ૨૩ હજારથી વધુ મિલક્તો આવી છે.આ મિલક્તો પર મોડાસા નગરપાલિકા વર્ષે રૃ.૩.૯૦ કરોડ વેરો આકારે છે.ગત વર્ષે નોટબંધી ના પગલે નગરપાલિકાની ટેક્ષ વસુલાત નોંધનીય રહી હતી. પરંતુ વર્ષ ૨૦૧૭-૧૮ નો મિલક્તવેરો તેમજ પાછલા વર્ષોનો બાકીવેરો રૃપિયા ૨.૭૫ કરોડ મળી કુલ રૃ.૬.૬૬ કરોડનો ટેક્ષ વસુલવા પાલિકાના ટેક્ષ વિભાગ દ્વારા ગત જાન્યુઆરી માસથી જ ઝુંબેશ હાથ ધરાઈ હતી

(5:10 pm IST)