Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ભાભરમાં ટ્રક ચાલકની ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા અરેરાટી

ભાભર:માર્કેટયાર્ડમાં એક ટ્રકમાં લીંબડાની ડાળીના સહારે લટકેલી  ટ્રક માલિકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. જોકે ટ્રક માલિકની હત્યા કે આત્મહત્યા આ મુદ્દે તર્કવિતર્ક વહેતા થયા છે.   પોલીસે અડી નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના મુળ વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી ધંધાર્થે કડીમાં રહેતા ભુપતજી વહાજી ઠાકોર, ઉ.વ.પ૦ ઓ કડીમાં રહીને ચામુડા રોડ લાઈન્સમાં ધંધામાં પોતાની માલીકીની ચાર ટ્રકો ધરાવે છે. ટ્રક  ચલાવીને ઘરનુ ગુજરાન ચલાવતા હતા. તેઓ અવાર નવાર ભાભર માર્કેટયાર્ડમાં ટ્રક લઈને માલનો ફેરો કરવા આવતા હતા.

પરંતુ આજે સવારે ભાભર માર્કેટયાર્ડની ઓફીસ સામે પોતાની ટ્રક માંથી લીંબડાના સહારે ગળે ફાંસો ખાધેલી લાશ મળતા અરેરાટી મચી છે. ટ્રકને માલ બાંધવાની લાંબી રસી વડે ગળે ફાંસો ખાધેલી લાશને જોઈ લોકોમાં ચકચાર મચી હતી. મૃતકની લાશના બંને હાથે કમર સાથે રસી વંટળાયેલ લાશ જોઈ લોકોમાં અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.  પોલીસે લાશનુ પી.એમ. કરાવીને અડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:09 pm IST)