Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

કલોલમાં યુવતીને લિફ્ટ લીધાના બહાને યુવકને ફસાવી પાંચ લાખની માંગણી કરતા ફરિયાદ

કલોલ:કારમાં લીફટ મેળવ્યા બાદ યુવતી કાર ચાલકને પોતાના ઘરે લઈ ગઈ હતી ત્યારબાદ ઘરમાં ઘૂસી આવેલા શખસોએ ભેગા મળી યુવકને માર મારી તેના કપડા ઉતારી લીધા હતા ત્યારબાદ તેના અશ્લીલ ફોટાઓ અને વીડિયો યુવતીઓ સાથે બનાવી તેની પાસેથી રોકડા રૂ. પડાવી પાંચ લાખની માંગણી કરી હતી જેની પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી કાવતરૂ કરનાર અને યુવકને લૂંટી લેનાર ત્રણ જણાંને ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

અમદાવાદ ના ચાંદખેડામાં રહેતા રૂષભકુમાર ભીખાલાલ શાહ પોતાની કાર લઈને કલોલમાંથી પસાર થઈ રહયા હતા ત્યારે એક યુવતી કે જે નાના બાળકને તેડીને ઉભી હતી તેણે કારની લીફટ માંગતા રૂષભભાઈએ કાર ઉભી રાખી યુવતીને કારમાં બેસાડી હતી ત્યારબાદ યુવતીએ પોતાને ઘરે મૂકી જવાનું જણાવતા યુવક કલ્યાણપુરાના સોમનાથનગરમાં આવેલા યુવતીના ઘરે મૂકવા ગયો હતો ઘરમાં ગયા બાદ એક અન્ય મહિલા હાજર હતી ત્યારે ઘરમાં બીજા યુવકો ઘસી આવ્યા હતા અને યુવકને પટ્ટાથી માર મારી તેને નિવસ્ત્ર કરી દીધો હતો અને હાજર બે મહિલાઓને યુવકની જોડે બેસાડી અશ્લીલ હરકતો કરતા તેનો વીડીયો અને ફોટા પાડી લીધા હતા તેમજ યુવક પાસેથી રોકડા રૂ. ૧રપ૦૦ સોનાના બે પેંડલ કિ.રૂ. ૪ર૦૦૦ ના પડાવી લીધા હતા અને યુવકને આ વિડીયો તથા ફોટા ઈન્ટરનેટ પર વાયરલ કરી દેવાની તથા બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. પ લાખની માંગણી કરી હતી.

સમગ્ર બનાવની રૂષભભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી દીધી હતી જેથી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી ગુનો આચરનાર સોલંકી રમિલાબેન રતીલાલ (રહે. ૭૦૮ સિધ્ધરાજ સોસાયટી પૂર્વ કલોલ તથા સજનબેન ભેરૂસીંગ સિસોદીયા (રહે. સોમનાથનગર કલોલ) અને અજયસિંહ અજીતસિંહ ચાવડા (રહે. શીવ રેસીડેન્સી કલ્યાણપુર કલોલ) ની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો.

(5:09 pm IST)