Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સાબરમતી આશ્રમને પ્રથમ વખત તાળુ લાગ્‍યુ : દલિત આંદોલનમાં ૧૪ મોત

અમદાવાદ :  સોમવારે દલિત સંગઠનોએ ભારે હિંસા, તોડફોડ કરી અને આગ લગાડી. આ હિંસામાં ૧૪ લોકો માર્યા ગયા. અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં ૧૦૧ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સ્‍વયંભુ રીતે તાળુ મરાયુ હતું. જો કે પોલીસે આવીને તાળુ તોડી ૧ કલાક જ આશ્રમ ફરી ખોલી નાખ્‍યો હતો. સામાજીક કાર્યકર ધીમંત બઢીયાએ કહ્યુ કે હરીજન આશ્રમની તમામ સમિતિમાં કોઈ હરીજન સભ્‍યનો સમાવેશ નથી કરાયો. ઘણો અન્‍યાય થાય છે આથી પ્રતિકાત્‍મક વિરોધ કર્યો હતો. મધ્‍યપ્રદેશમાં ૭ લોકો માર્યા ગયા હતા. ઉત્તરપ્રદેશમાં ૨, રાજસ્‍થાનમાં ૧ અને બિહારમાં ૪ લોકો મળી કુલ ૧૪ મોત થયા છે. આ સિવાય એમ્‍બ્‍યુલન્‍સનો રસ્‍તો રોકવાના પગલે ઉત્તરપ્રદેશમાં એક વૃદ્ધ અને બિહારમાં એક નવજાત તથા ખેડૂતના મોત થઈ ગયા.

(4:43 pm IST)