Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મ્યુનિ. કોર્પોરેશનનાં ડે.કમિશનર અરૂણ મહેશ બાબુ ની બદલી

અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે સોમવારે ચાર્જ સંભાળશે

રાજકોટ,તા.૩: રાજય સરકાર દ્વારા ગઇકાલે ૬૭ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનાં ડે.કમિશ્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહિત પ્રમાણે ડેપ્યુટી મ્યુનિ.કમિશ્નર અરૂણ મહેશબાબુને અમદાવાદાનાં જીલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ)તરીકે નિયુકતી કરવામાં  આવી છે ત્યારે સોમવારે આ નવો ચાર્જ સંભાળશે તેમ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

મુળ કેરળનાં વતની અને ૨૦૧૩ બેંચનાં આઇએએસ કેડરના અરૂણ મહેશબાબુની રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં ડે.કમિશ્નર તરીકે છેલ્લા  ૧૧ મહિના પહેલા નિમણુંક કરવામાં આવી હતી. તેઓએ ડે.મ્યુનિ. કમિશ્નરનાં કાર્યકાળ દરમિયાન સફાઇ ઝુંબેશ, સ્માર્ટ સિટી, સ્વછતા સર્વેક્ષણ, ફલાવર શો સહિતનાં વિવિધ કામોમાં સફળતા મેળવી હતી.

અત્રે નોંધનીય છે કે, અરૂણ મહેશ બાબુએ આ પહેલા જુનાગઢમાં આસી.કલેકટર(ટ્રેનીંગ), મહેસાણામાં આસી.કલેકટર તથા દિલ્લીમાં હોમ મીનીસ્ટ્રીમાં ફરજ બજાવી ચૂકયા છે.

(4:24 pm IST)