Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગુજરાતમાં મારૂતિને દોઢ દાયકા માટે ૮ હજાર કરોડ સુધી સહાય

રાજય સરકારે મારૂતિ સુઝુકી કંપનીને તેના ગુજરાતના હાંસલપુર ખાતેના પ્લાન્ટ માટે બે તબક્કાના કુલ મૂડી રોકાણ સુધીની નાણાકીય સહાય મંજૂર કરી છે. મારૂતિ સુઝુકી કંપનીએ હાલ પ્રથમ તબક્કે ગુજરાત ખાતેના પ્લાન્ટમાં ૪ હજાર કરોડનું મૂડી રોકાણ કર્યુ છે અને બીજા તબક્કામાં પણ અંદાજે એટલુ જ મૂડીરોકાણ કરવાનો ઈરાદો ધરાવે છે જેથી સરકાર બંને તબક્કા માટે અલગ અલગ રીતે ૮ હજાર કરોડની સહાય આપી છે.

મારૂતિ સુઝુકીને નાણાકીય સહાય મંજૂરી સામે સરકારે કેટલીક શરતો પણ મૂકી છે. જે મુજબ સહાયના સમયગાળા સુધી સુઝુકી મોટર્સ, ગુજરાતે ઉત્પાદન ચાલુ રાખવાનુ રહેશે અન્યથા ટેસ્ટ લેવલે એપ્રુવલ કમીટી ૬ મહિનામાં આ સહાયનો અંત લાવશે. કંપનીએ ગુજરાત અને કેન્દ્રના પર્યાવરણ કાયદા અને નિયમોનું ચુસ્ત પાલન કરવાનુ રહેશે.

(4:16 pm IST)