Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ અમદાવાદ કલેકટર તરીકે તાબડતોબ ચાર્જ સંભાળ્યોઃ ખાસ આદેશ

પ્રેસ-મીડીયા-સ્ટાફ-અધીકારીઓ તથા રાજકોટની પ્રજાનો ભરપૂર પ્રેમ મળ્યાની લાગણી વ્યકત કરી... : યોગા કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડઃ વડા પ્રધાનની હાજરીમાં ર૧ હજાર દિવ્યાંગોને કીટ વિતરણ-ઇનામ પ્રોજેકટમાં એવોર્ડ શ્રેષ્ઠ કામગીરી બની રહી...

રાજકોટ તા. ૩: સરકારનો ખાસ આદેશ આવતા જ રાજકોટમાં રાા વર્ષ સફળ કામગીરી બજાવનાર અને તમામનો પ્રેમ મેળવનાર કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે સવારે ૧૧ વાગ્યે તાબડતોબ અમદાવાદ કલેકટર તરીકે ચાર્જ સંભાળી લીધો હતો.

'અકિલા'' સાથેની વાતચીતમાં કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ઉમેર્યું હતું કે હા, મેં અમદાવાદ કલેકટર તરીકે ચાર્જ સંભાળી લીધો છે, બદલીમાં નિયમ છે કે ઝડપથી ચાર્જ સંભાળવો, અને આથી મેં જોઇન કરી લીધું છે.

તેમણે ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે મને રાા વર્ષમાં રાજકોટ શહેર-જીલ્લાની પ્રજા, તમામ સ્ટાફ અને અધીકારીઓનો ભરપુર પ્રેમ મળ્યો છે, તેમણે શહેરના તમામ પ્રેસ-મીડીયા, ના પ્રેમ અંગે પણ લાગણી વ્યકત કરી હતી.

પોતાના ૨ાા વર્ષના ફરજકાળ દરમિયાન કલેકટર ડો.વિક્રાંત પાંડેએ યોગા કાર્યક્રમમાં એકીસાથે ૧૬૮૨ જેટલી સગર્ભા મહીલાઓને યોગા કરાવ્યા અને વર્લ્ડ રેકોર્ડ કર્યો ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો શ્રેષ્ઠ કાર્યક્રમ માંથી તેમના હસ્તે ૨૧ હજાર વિકલાંગોને કીટ સહાય, બેન્ક ખાતાઓ ખોલવા માટે કલેકટર કચેરીમાં ખાતા કેમ્પ, તાજેતરમાં ખેડુતોના લાભાર્થે ઇ-નામ પ્રોજેકટ રજુ કરી કેન્દ્ર સરકારનાં શ્રેષ્ઠ કલેકટરનો એવોર્ડ,ઉપરાંત ૧૦૦ વધુ બુટલેગરોને પાસામાં ફીટ કરી દેવામા, કુચીયાદડ જમીન કૌભાંડ શોધી કાઢી બે    સનદી અધીકારીઓને ફટકારાયેલ નોટીસ વિગેરે ઉલ્લેખનીય કામગીરી બની રહી છે.

કલેકટર ડો.વિક્રાંત પાંડે આજે અમદાવાદ ખાતે ચાર્જ સંભાળ્યા બાદ કાલે રાજકોટ પરત આવશે, તેમણે વિધાનસભા ચૂ઼ટણી શાંતિપૂર્ણ રહી,સફળ બની તે પણ શ્રેષ્ઠ કામગીરી બની રહયાનું અને સતત ત્રણ વર્ષ સફળ લોકમેળાનું આયોજન,ઇશ્વરીયા પાર્ક ખાતે લોકોને શ્રેષ્ઠ મનોરંજન મળે તે માટે આયોજન, બીનખેતીના કાર્યોમાં પારદશિકતા, બીન જવાબદાર સ્ટાફ સામે કડક પગલા, પુરવઠામાં ઓઇલ મીલરો-ગેસ એજન્સીઓ-સસ્તા અનાજના દુકાનદારો સામે કડક પગલાં, યુએલસી અને સુચીત યોજનામાં ધડાધડ કેમ્પોકરી લોકોમાટેની કામગીરી સરળ બનાવી તે યાદરૂપ બની રહેશે.

(4:31 pm IST)