Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ધારાસભાની ચૂંટણી પછીની પ્રથમ પ્રદેશ ભાજપ કારોબારી સુરતમાં

રાજકોટ,તા.૩: ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક તા.૧૨ અને૧૩ એપ્રિલે સુરતમાં ડુમસ રોડ પર એરપોર્ટ સામે મળનાર છે. જેમાં ભાવિ કાર્યક્રમો જાહેર થશે.

ધારાસભાની ચૂ઼ટણી પછી પ્રથમ વખત પ્રદેશ કારોબારી મળી રહી છે તેમજ ૨૦૧૮ના વર્ષની પણ પ્રથમ કારોબારી છે. તા.૧૨મી એ બપોરે ભોજન સાથે પ્રારંભ થશે અને બીજા દિવસે બપોરે પૂર્ણ થશે જેમાં લોકસભાની ચૂ઼ટણીની ચર્ચા થશે. રાષ્ટ્રીય કક્ષાએથી સંગઠન પર્વનો કાર્યક્રમ આવી જશે તો તે મુદો પણ પ્રદેશ કારોબારીમાં આવરી લેવામાં આવશે.

(12:51 pm IST)