Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ઓનલાઇન અરજી કરી ખેતઓજારો માટે સહાય મેળવી શકાશે

અમદાવાદ તા. ૩ : રાજયમાં ખેડૂતો માટે ખેતઓજારોની સહાય યોજના ચાલુ થઇ છે ગુજરાતમાં ખેડૂતો માટે અવનવી યોજનાઓ હાલમાં અમલમાં મૂકાયેલી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત નામની વેબસાઈટમાં અરજી કરવાની હોય છે.

જેમાં અરજી કરી ખેડૂતો ઓનલાઇન સહાયનો લાભ મેળવી શકે છે. એપ્રિલમાં ખેડૂતો માટે ખેતઓજારો માટે સહાયની યોજના ચાલું છે. ખેડૂતો માટે ખેતઓજાર એ અતિ જરૂરી છે.

આ સહાયનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી લાભ મેળી લેવો જોઇએ. ખેડૂતોએ આ લીન્ક પર https://www. ikhedut. gujarat. gov.in/ઓનલાઇન અરજી કરવી.

(11:52 am IST)