Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

પાટીદાર આંદોલન સમયે દર કલાકે ૧૪૪મી કલમ લાદનાર ભાજપ આ વખતે આ કલમ ગોતે છે!

પાસ સુપ્રીમો હાર્દિક પટેલે દલિત આંદોલનને ભાજપની બરાબર ઝાટકણી કાઢી

અમદાવાદ તા. ૩ : દલિત સમાજ દ્વારા SC-ST એકટમાં બદલાવ કરવામા આવતા આંદોલન કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે પાસના કન્વીનર હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, ગુજરાતમાં પટેલ સમાજ દ્વારા અનામત આંદોલનના સમયે સરકાર દ્વારા દર કલાકમાં ૧૪૪ની કલમ લગાવવામાં આવતી હતી. ત્યારે હવે આટલી મોટી હિંસા બાદ પણ સરકાર ૧૪૪ની કલમ શોધી રહી છે.

આ ઉપરાંત હાર્દિકે કહ્યુ કે, આવી બેવડી રાજનીતિ કરવા વાળી ભાજપ સરકારને શરમ આવવી જોઈએ. અધિકારના નામ પર ગુંડાઓ હિંસા કરે તો તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. પછી ભલે તેમાં પટેલ સમાના લોકો આંદોલન કરતા હોય અથવા SC-ST સમાજના લોકો આંદોલન પર હોય.

(11:50 am IST)