Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સરકારની લોક કલ્યાણ યોજના છેવાડા સુધી પહોંચે તે ફર્સ્ટ કામગીરીઃ રાહુલ ગુપ્તા

રાજકોટના નવા કલેકટર અને ચાર્ટડ એકાઉન્ટન્ટ તથા માનવ વિકાસ સૂચાંક ઉપર પીએચડી કરનાર રાહુલ ગુપ્તા સાથે 'અકિલા'ની વાતચીતઃ મુળ રાજસ્થાનના વતનીઃ સૌરાષ્ટ્ર મને ગમે છેઃરાજકોટની પાણી સમસ્યા અંગે સમજયા પછી નિર્ણય લઇશું: સંભવત ગુરૂવારે ચાર્જ સંભાળશે...

રાજકોટ તા. ૩ :.. રાજય સરકારે ૬૭ જેટલા કલેકટર - ડીડીઓની ગઇ રાત્રે બદલી કરી છે. રાજકોટના કલેકટર ડો. વિક્રાંત પાંડે પણ બદલાયા છે, તેમને અમદાવાદ કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે, ડો. વિક્રાંત પાંડેની રાજકોટમાં શ્રેષ્ઠ કામગીરી સંદર્ભે તેમને અમદાવાદ જેવા શહેરમાં મહત્વની પોસ્ટ ઉપર મુકાયા છે.

 

રાજકોટના નવા કલેકટર તરીકે જૂનાગઢ કલેકટરશ્રી રાહુલ ગુપ્તાની નિમણુંક થઇ છે, તેઓ રાજસ્થાનના વતની છે, અને ચાર્ટડ એકાઉન્ટન્ટ છે, અને માનવ વિકાસ સૂચાંક ઉપર અમદાવાદથી જ તેમણે જોઇન્ટ સેક્રેટરી હોમ ડીપાર્ટમેન્ટ હતા ત્યારે પીએચડી કરેલું છે.

માત્ર ર૦ વર્ષની વયે ચાર્ટડ એકાઉન્ટન્૭ પુરૂ કરનાર અને ત્રણેય વર્ષે ઓલ ઇન્ડીયા રેન્ક મેળવનાર રાજકોટના નવા કલેકટર શ્રી રાહુલ ગુપ્તા એક દમ શુધ્ધ ગુજરાતી બોલી શકે છે.

આજે સવારે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં શ્રી રાહુલ ગુપ્તાએ ઉમેર્યુ હતું કે, સંભવત તેઓ ગુરૂવારે ચાર્જ સંભાળશે., આજે બપોર બાદ નિર્ણય થશે.

તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ કામગીરી સરકારની તમામ લોકકલ્યાણ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે જોવાની રહેશે.

તેમણે ઉમેર્યુ હતું કે લોકોને સરકારના તમામ કામોની યોગ્ય પ્રાયોરીટી મળી રહે તે ખાસ જરૂરી બનશે.

પાણીની સમસ્યા અંગે તેમણે ઉમેર્યુ હતું કે, રાજકોટમાં ચાર્જ લીધા બાદ હું નિર્ણય લઇશ, રાજકોટની પાણીની સમસ્યા અંગે પહેલા મારે પણ સમજવુ પડશે.

શ્રી રાહુલ ગુપ્તા આ પહેલા ડીડીઓ આણંદ, ડીડીઓ અમદાવાદ નર્મદા કલેકટર, જુનાગઢ કલેકટર અને હવે રાજકોટના કલેકટર બન્યા છે. તેમણે અંતમાં  જણાવેલ કે મારે સીએ થવુ જ હતું. પરંતુ મારે સીવીલ ડીપાર્ટમેન્ટ ખાસ કરીને રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવવી હતી તે સપનું પુરૂ થયું છે. (પ-૮)

 

(11:11 am IST)