Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગુજરાત કો-ઓ. મિલ્કત માર્કેટીંગ ફેડરેશન (અમૂલ)નું ૨૯,૨૨૦ કરોડનું ટર્નઓવર

આણંદ તા. ૩ : અમૂલના નામે દૂધ અને દૂધની પેદાશોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮દ્ગક્ન રોજ પૂરા થચેલા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૨૯,૨૨૦ કરોડનું પ્રોવિઝનલ ટર્નઓવર નોંધાવ્યુ છે. અગાઉના વર્ષની તુલનામાં તેની બ્રાન્ડેડ કન્ઝયુમર્સ પ્રોડકટસે ૧૪ ટકાથી વધુ વૃધ્ધિ દર નોંધાવ્યો છે. ચીઝ, માખણ, દૂધનાં પીણાં, પનીર, ક્રીમ અને છાશનો વૃધ્ધિ દર ૨૦થી ૪૦ ટકા જેટલો રહ્યો છે. અગાઉના વર્ષની તુલનામાં અમૂલ ફેડરેશનના કુલ ટર્નઓવરમાં ૮ ટકાનો વૃદ્ઘિ દર નોંધાયો છે, સ્થાનિક અને વિદેશનાં બજારોમાં નિરૂત્સાહી વલણને કારણે કોમોડીટીઝના વેચાણમાં ૬૦ ટકા જેટલા ઘટાડો જોવા મળ્યો છે.

અમૂલ ફેડરેશન દૂધના વધુ એકત્રિકરણ, નવાં બજારો ઉમેરીને સતત વિસ્તરણ નવી પ્રોડકટસ રજૂ કરવાને કારણે અને દેશભરમાં નવી પ્રોસેસિંગ ક્ષમતાઓના ઉમેરાને કારણે છેલ્લા ૮ વર્ષથી ૧૮ ટકાથી વધુ એકંદર સરેરાશ વાર્ષિક વૃધ્ધિ દર નોંધાવતી રહી છે. દેશનાં આંતરિયાળ બજારોમાં પહેંચવા માટે અમૂલ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૫ નવી શાખાઓ શરૂ કરવામાં આવી છે. વધુમાં ગ્રાહકોને ગુણવત્ત્।ા ધરાવતી પ્રોડકટસ વ્યાજબી ભાવે મળી રહે તે માટે નાનાં ગામ અને નગરોમાં કેટલાક ડીસ્ટ્રીબ્યુટર્સની નિમણુંક કરી છે. આ ઉપરાંત ગ્રાહકોની વધતી જતી બદલાતી જતી જરૂરિયાતોના સંદર્ભમાં અમૂલ ફેડરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ૫૦ નવી પ્રોડકટસ બજારમાં મુકી છે.

અમૂલ બ્રાન્ડનું પ્રોવિઝનલ અનડુપ્લીકેટેડ ગ્રુપ ટર્નઓવર રૂ.૪૧,૦૦૦ કરોડનો આંક વટાવી ગયું છે, જે ગયા વર્ષની તુલનામાં ૧૦ ટકા વધારે છે. અમૂલ ફેડરેશનના ગુજરાતના ૧૮ સભ્ય સંઘોના ૧૮,૭૦૦ ગામોના ૩૬ લાખથી વધુ ખેડૂત સભ્યો સરેરાશ દૈનિક ૨૧૧ લાખ લીટર દૂધ પૂર પાડી રહ્યાં છે, જે ગયા વર્ષની તૂલનામાં ૨૦ ટકા વધુ છે.(૨૧.૫)

(9:55 am IST)