Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અમદાવાદ પોલીસ સાથે ઘર્ષણ -પથ્થરમારા સહિતના હિંસક બનાવો બનતા પોલીસ એક્શનમાં :કોમ્બિંગ અને અટકાયતી પગલાં શરુ :સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ

 

અમદાવાદ ;અમદાવાદના ચાંદખેડામાં પોલીસ પર ટોળાંએ પથ્થરમારો કર્યો હતો જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ કોન્સ્ટેબલને ઈજા પહોંચી છે. ટોળાંને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અમદાવાદમાં બંધ દરમિયાન ટોળું તોડફોડ પર ઉતરી આવતા પોલીસે ટોળાંને વિખેરવા ટીયરગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. શહેરના સારંગપુર વિસ્તારમાં પોલીસ અને ટોળું સામસામે આવી ગયા હતા. હવે, પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કરી અટકાયતી પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. સાથે સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

SC/ST એક્ટના મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ ભારત બંધની જાહેરાત કરાઈ હતી. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી.

(9:33 am IST)