Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ભાજપે પોતાની ઓકાત બતાવી દીધી છે :ભારત બંધ સંદર્ભે હાર્દિક પટેલના ટ્વીટથી યુઝર્સ ગિન્નાયા ;હાર્દિકને પૂછ્યા ધારદાર સવાલ

 

   ફોટો તા; 3 hardik

અમદાવાદ: એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા ભારત બંધની એલાન અપાયું હતું જેની ઉત્તર ભારતના રાજ્યોમાં મોટા પ્રમાણમાં અસર જોવાઈ હતી ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના જિલ્લા-તાલુકા મથકોએ બંધની અસર થોડા-ઘણા અંશે જોવાઈ હતી  ભારત બંધ પર પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કર્યું. તેણે લખ્યું કે ભાજપે પોતાની ઓકાત બતાવી દીધી છે. હાર્દિક પટેલ દ્વારા કરાયેલી ટિપ્પણી બાદ ટ્વીટર પર લોકોએ તેને ઘેરવાનું શરૂ કરી દીધું હતું.

  હાર્દિકની ટ્વીટ બાદ લોકોએ તેને ઘેરવાનું શરૂ કરી દીધું. પ્રખર પૂજા નામના ટ્વીટર હેન્ડલ પર હાર્દિક પટેલને સવાલ પૂછાયો કે, ‘શું આજે ફરીથી કોંગ્રેસ પાસેથી પેમેન્ટ મળી ગયું છે કે આજે ફરી કોંગ્રેસના ગુણગાન ગાઈ રહ્યો છે.’

  હાર્દિકની ટ્વીટ પર કેટલાક યૂઝર્સે ભારત બંધ દરમિયાન થયેલી હિંસક અથડામણોમાં માર્યા ગયેલા લોકોના મોતને લઈને પણ સવાલ પૂછ્યા. લોકોએ કહ્યું કે, ભારત બંધની જાહેરાત વચ્ચે જે મોત થયા તે માટે જવાબદાર કોણ?

  અત્રે ઉલ્લેખનીય છે કે ,ભારત બંધની જાહેરાતની અસર મધ્ય પ્રદેશ સહિત બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ અન્ય રાજ્યોમાં પણ જોવા મળી. એમપીમાં હિંસક પ્રદર્શનમાં 3 લોકોના મોથ થઈ ગયા. યુપી, બિહાર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં દેખાવકારોએ રસ્તા રોકી દીધા. એટલું નહીં, પ્રદર્શનને કારણે ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે. બિહારમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. આરા, અરરિયા, ફારબિસગંજ, દરભંગા અને જહાનાબાદમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી દીધી છે. ગુજરાતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ટાયરો સળગાવીને રસ્તા રોકી દીધા હતા. કેટલાક વિસ્તારોમાં દુકાનો અને વાહનોમાં તોડફોડ પણ કરી હતી. સરકારી બસોને મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચાડવામાં આવ્યું હતું

(10:41 pm IST)